મુખ્ય સામગ્રી પર જાઓ
VyaparTrust

રિફંડ અને રદ કરવું

અમે તમારા પૈસા ક્યારે પાછા આપીએ છીએ, કેવી રીતે માગવા, અને કેટલો સમય લાગે છે.

છેલ્લે તપાસ્યું:

અંગ્રેજીમાંથી અનુવાદિત અને અમારી ટીમ દ્વારા તપાસાયેલ. આ અનુવાદની વકીલ દ્વારા સમીક્ષા હજી બાકી છે.

આ પાનું શું આવરે છે

આ નિયમો VyaparTrust ને તેની પોતાની સેવાઓ માટે ચૂકવેલી ફીને લાગુ પડે છે. અમે સભ્યો વચ્ચેના વેપારના પૈસા ક્યારેય રાખતા નથી, એટલે ખરીદદારે વેચનારને આપવાના પૈસા વિશે અહીં કંઈ નથી.

અમે વાપરેલા શબ્દો

  • વાપર્યા વગરનું: તપાસ માટે — તે ખરીદીમાંથી એક પણ તપાસ ચલાવી નથી. પાસપોર્ટ કે ખરીદાર-પ્રોફાઇલના વર્ષ માટે — તે બતાવ્યું, વહેંચ્યું કે સ્કેન કરાયું નથી, અને કોઈ તપાસમાં દેખાયું નથી. સાઇટ મુલાકાત માટે — મુલાકાત થઈ નથી. બીજી કોઈ પણ સેવા માટે — જે કામ માટે ફી ચૂકવી તે શરૂ થયું નથી.
  • મળ્યું: જે દિવસે તમારી લેખિત વિનંતી 'કેવી રીતે માગવું' હેઠળ આપેલા સરનામે અમને પહોંચે તે દિવસ.
  • સેવા ન મળી: અમારી બાજુના કારણે અમે સેવા પૂરી ન કરી શક્યા. તમને ન ગમતું પરિણામ, કે મૂળ સ્રોતમાં જ જૂનો જાહેર રેકોર્ડ — એ મળેલી સેવા ગણાય.
  • દિવસ: કેલેન્ડરના દિવસ, સિવાય કે અમે 'કામકાજના દિવસ' લખ્યું હોય.

7 દિવસમાં રદ કરવું

વાપર્યા વગરની કોઈ પણ ખરીદી તમે ચુકવણીના 7 દિવસની અંદર રદ કરી શકો છો, અને અમે પૂરા પૈસા પાછા આપીએ છીએ.

જે પેકમાંથી એક પણ તપાસ ચલાવી હોય તે વાપર્યા વગરનું ગણાતું નથી.

અમે સેવા ન આપી શકીએ તો

  • પેકમાં કે બીજી તપાસ સાથે ખરીદેલી તપાસ અમે પૂરી ન કરી શકીએ: તે તપાસ તમારા ખાતામાં પાછી જમા થાય છે. તેના પૈસા પાછા મળતા નથી.
  • એકલી, એક જ તપાસ તરીકે ખરીદેલી તપાસ અમે પૂરી ન કરી શકીએ: તે તપાસ તમારા ખાતામાં પાછી જમા થાય છે. તમને પૈસા જોઈતા હોય તો જાણ થયાના 7 દિવસની અંદર માગો; અમે તે ઓર્ડરના પૂરા પૈસા પાછા આપીએ છીએ અને પાછી જમા થયેલી તપાસ પરત લઈએ છીએ.
  • સાઇટ મુલાકાત ચુકવણીના 7 કામકાજના દિવસની અંદર કરવામાં આવે છે. ન થાય તો અમે પૂરા પૈસા પાછા આપીએ છીએ. તમે રાહ જોવા માગતા હો તો જણાવો, અમે નવી તારીખ ગોઠવીશું.
  • બીજી કોઈ સેવા અમે ન આપી શકીએ: પૂરા પૈસા પાછા કે સેવા ફરી જમા — પસંદગી તમારી. જાણ થયાના 7 દિવસની અંદર અમને જણાવો.

જે રિફંડ અમે હંમેશાં આપીએ છીએ

  • અપીલ માન્ય થાય ત્યારે અપીલ ફી, પૂરેપૂરી.
  • એક જ ઓર્ડરની બેવડી ચુકવણી, પૂરેપૂરી.
  • ઓર્ડરની પુષ્ટિ ન થઈ હોય છતાં કપાયેલી ચુકવણી: અમે ગેટવેને પૂછીએ છીએ, અને કાં તો તમારા ખાતામાં જમા કરીએ છીએ, કાં તો તમારી બેંક રકમ પાછી વાળે છે.

બીજી દરેક વિનંતી

બીજી કોઈ પણ વિનંતીનો નિર્ણય દરેક કિસ્સો જોઈને થાય છે. વિનંતી મળ્યાના 7 દિવસની અંદર અમે નિર્ણય લઈએ છીએ, અને નિર્ણય તથા ટૂંકું કારણ તમને લેખિતમાં જણાવીએ છીએ.

ચુકવણીના 7 દિવસ પછી, કે એક વાર વાપર્યા પછી: તપાસના પૈસા પાછા મળતા નથી, પાસપોર્ટ કે ખરીદાર-પ્રોફાઇલનું વર્ષ પ્રમાણસર (pro-rata) કપાતું નથી, અને વપરાઈ ચૂકેલી સેવાના પૈસા પાછા મળતા નથી.

કેવી રીતે માગવું

hello@vyapartrust.com પર લખો, અથવા સંપર્ક પાના પર નામ આપેલા ફરિયાદ અધિકારીને લખો. તમારા નોંધાયેલા ઇમેલ પરથી લખો, અથવા તમારો નોંધાયેલો મોબાઇલ નંબર આપો.

ઓર્ડર આઈડી અને પેમેન્ટ સંદર્ભ લખો. ચુકવણી તમારી જ હતી તેનો પુરાવો અમે માગી શકીએ.

પૈસા કેવી રીતે પાછા આવે છે

રિફંડ ફક્ત તે જ સાધનમાં જાય છે જેનાથી તમે ચૂકવ્યું હતું, Razorpay મારફતે. તે 5 થી 7 કામકાજના દિવસમાં તમારી બેંકમાં પહોંચે છે; કાર્ડ રિફંડ દેખાતાં 10 દિવસ સુધી લાગી શકે.

છ મહિનાથી જૂની ચુકવણી ગેટવે મારફતે પાછી આપી શકાતી નથી. તેને બદલે તે ચૂકવનારના પોતાના ખાતામાં બેંક ટ્રાન્સફરથી પાછી અપાય છે.

રિફંડ સાથે શું પાછું લેવાય છે

પૂરું રિફંડ, તે ચુકવણીથી જે ખરીદાયું હતું તે પાછું લે છે: વાપર્યા વગરની તપાસ, પાસપોર્ટ કે ખરીદાર-પ્રોફાઇલનું વર્ષ, અથવા મુલાકાતનું બુકિંગ.

મર્યાદા

  • એક ઓર્ડર દીઠ એક રિફંડ.
  • જે વિનંતીનો નિર્ણય અમે પહેલેથી કરી ચૂક્યા હોઈએ તેનું પુનરાવર્તન, અથવા ખરીદો-વાપરો-રદ કરો એવી રીત, અમે નકારી શકીએ.
  • એ જ ચુકવણી માટે તમે તમારી બેંકમાં વિવાદ (ડિસ્પ્યુટ) કે ચાર્જબેક નોંધાવ્યો હોય, તો અમે જવાબ ત્યાં આપીએ છીએ અને બીજી વાર રિફંડ આપતા નથી.

તમને સંતોષ ન હોય તો

સંપર્ક પાના પર નામ આપેલા ફરિયાદ અધિકારીને લખો. આ નિયમો વાપરવાની શરતોનો ભાગ છે અને ભારતીય કાયદા હેઠળ છે.

ઉપર જાઓ